space-tourism

જુલાઈ મહિનો અંતરીક્ષ યાત્રીઓ એટલે કે સ્પેસ ટુરિઝમ માટે મહત્વનો બની ગયો હતો. 11 જુલાઈના રોજ બ્રિટિશ બિઝનેસમેન રિચાર્ડ બ્રાન્સન અંતરીક્ષયાત્રાએ જાય છે. પોતાની કંપની વર્જિન ગેલેક્ટીકના રિયુઝેબલ સ્પેસ પ્લેનનો ઉપયોગ કરી અંતરિક્ષમાં સ્પેસ ટુરિઝમ માટે જનાર તે પ્રથમ અબજોપતિ છે. 20 જુલાઈના રોજ એમેઝોન અને બ્લુ ઓરોજીન કંપનીના માલિક જેફ બેઝોસ, પણ પોતાની કંપનીએ તૈયાર કરેલ રોકેટ અને કેપ્સ્યુલમાં અંતરિક્ષ મુસાફરી કરી નવો વિક્રમ સ્થાપ્યો.

મીડિયાએ તેને યોગ્ય પ્રસિદ્ધિ પણ આપી. અંતરિક્ષમાં જવા માટે બંને વ્યક્તિના અંતરિક્ષ યાન અલગ અલગ પ્રકારના હતા. એટલું જ નહિ બને વ્યક્તિ અંતરિક્ષમાં અલગ અલગ ઊંચાઇએ જઈને અનોખી રીતે પૃથ્વી ઉપર પાછા ફર્યા છે.

આ સાથે જ જેને "સ્પેસ ટુરિઝમ" કહે છે. તેનો યુગ શરૂ થશે. એવું મીડિયા દર્શાવી રહ્યા છે. ખરા અર્થમાં સ્પેસ ટુરિઝમની શરૂઆત રિચાર્ડ બ્રાન્સન કે જેફ બેઝોસે કરી નથી. 2001માં ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટના મહારથી ગણાતા બિઝનેસમેન ડેનિસ ટિટોએ પ્રથમવાર રોકડા નાણાં ચૂકવીને અંતરિક્ષયાત્રા કરી હતી. બસ એ દિવસથી જ "સ્પેસ ટુરિઝમ"ની શરૂઆત થઈ હતી.

રશિયન સ્પેસ્ક્રાફ્ટ "સોયુઝ"માં સ્પેસ ટુરિઝમ માટે ડેનિસ ટિટોએ બે કરોડ ડોલર ચૂકવ્યા હતા. સ્પેસ ટુરિઝમનો કન્સેપ્ટ નવો નથી. પરંતુ આ તબ્બકે સ્પેસ ટુરિઝમને એક ફૂલ ફ્લેશ બિઝનેસ બનતા પહેલા અનેક મુસીબતોનો સામનો કરવાનો બાકી છે. સ્પેસ ટુરિઝમ માટે આ પાશેરોમાં પહેલી પૂણી છે.

"સબ-ઓર્બિટલ સફર"

ખાનગી કંપની વર્જિન ગેલેક્ટીક અને બ્લુ ઓરોજીન તેમના નવા કન્સેપ્ટ પ્રમાણે અલગ પ્રકારની સ્પેસ ફ્લાઇટ ઉડાવા માંથી રહ્યા છે. જેને તેઓ સબ-ઓર્બિટલ નામ આપે છે. જેનો સરળ ભાષામાં અર્થ થાય કે અંતરિક્ષમાં પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કર્યા વગર, જે ઊંચાઇએ અંતરિક્ષની શરૂઆત થાય છે. તે વિસ્તારમાં થોડી ક્ષણો પ્રવાસીને લાવીને, પૃથ્વીના દર્શન કરાવવા, વજન સ્થિતિનો અનુભવ કરાવવો, અંતરિક્ષ ફલાઈંગ વિઝિટ કરીને ફરી પાછા પૃથ્વી પર આવવું.

62 માઈલ એટલે કે સો મીટરની ઉંચાઈએ "કારમેન લાઈન" તરીકે ઓળખવામાં આવે છે. જ્યાંથી આંતરરાષ્ટ્રીય ધોરણે અંતરિક્ષની શરૂઆત થાય છે. જ્યારે અમેરિકા 50 માઈલ એટલે કે 80 કિલોમીટર ઊંચાઇને પૃથ્વીના વાતાવરણની કટ-ઓફ લાઈન અને અંતરિક્ષની શરૂઆત ગણે છે. તાજેતરમાં થયેલી અંતરિક્ષ યાત્રા અંદાજે 105 કિલોમીટર ઊંચાઈએ, પહોંચીને વળતો પ્રવાસ શરૂ કર્યો હતો.

"રિચાર્ડ બ્રાન્સન અને એમેઝોનનાં જેફ બેઝોસની અનોખી અંતરિક્ષ યાત્રા"

હાલ વર્જિન ગેલેક્ટીક અંતરિક્ષયાત્રા માટે અઢી લાખ ડોલર ચાર્જ કરે છે. જે એડવાન્સ બુકિંગની રકમ છે. પરંતુ સમય જતાં તેમાં વધારો થશે તેઓ નિષ્ણાંત મને છે. જ્યારે સામાપક્ષે "ન્યુ શેફર્ડ" રોકેટમાં સીટ બુક કરવાના ભાવ મીડિયા સમક્ષ આવ્યા માંથી. પરંતુ જૂન મહિનામાં થયેલ એક હરાજીમાં , સીટ બુક કરવા બે કરોડ 80 લાખ ડોલરની બોલી લાગી હોવાનો સૂત્ર જણાવે છે.

નાસા દ્વારા શરૂ કરવામાં આવેલ ખાનગીકરણના કારણે નવી ખાનગી કંપનીઓને અંતરિક્ષમાં પગ જમાવવાનો મોકો મળ્યો છે. 2012થી નાસા ખાનગી કંપનીની ફ્લાઇટ દ્વારા માલસામાનને અંતરિક્ષમાં પહોચાડે છે. 2004માં સ્પેસ્લેન "સ્પેસશિપ-વન" દ્વારા એક નવો રેકોર્ડ કાયમ કરવામાં આવ્યો હતો. જે ઇતિહાસ જલ્દી ભુલાઈ તેમ નથી.

અન્સારી "એક્સ પ્રાઇઝ" માટે સ્પેસશીપ-1ની છલાંગ
પરંપરાગત રીતે અંતરિક્ષયાત્રીને રોકેટમાં લોન્ચ કરીને અંતરિક્ષમાં લઈ જવામાં આવે છે. જ્યારે વર્જિન ગેલેક્ટીક દ્વારા "વ્હાઈટ નાઈટ-2" નામના વિશાળ પ્લેનની (જે મધરશીપ તરીકે ઓળખાય છે) નીચે નાનું સ્પેસ પ્લેન "સ્પેસશિપ-2" રોકેટ પ્લેન ગોઠવવામાં આવે છે. "વ્હાઈટ નાઈટ-2" લગભગ 40 હજારની ઊંચાઈએ પહોંચી છે, ત્યારે "સ્પેસશિપ-2" તેના રોકેટ એન્જિનને ચાલુ કરી મધરશીપ વ્હાઈટ નાઈટ-2થી અલગ થઈ જાય છે. અને અંતરિક્ષ તરફ આગળ વધે છે. આ દરમિયાન સ્પેસ પ્લેનની ઝડપ અવાજની ઝડપ કરતાં લગભગ 3.50 ગણી વધારે હોય છે.

નાસાના કેલિફોર્નિયા ખાતે આવેલ આર્મસ્ટ્રોંગ ફ્લાઇટ રીસર્ચ સેન્ટરના ડેપ્યુટી બ્રાન્ચ ચીફ ચક્ર રોજરકહે છે કે "અંતરિક્ષમાં જવાનો આ એક જટિલ માર્ગ છે, જેના ઉપર દાયકાઓ પહેલા સંશોધન શરૂ થયું હતું." વૈજ્ઞાનિકો સ્પેસ શટલની નાની આવૃતિ જેવું સ્પેસ પ્લેન વિકસાવવા મહેનત કરી રહ્યા હતા. ભૂતકાળમાં એક્સ-વન નામના સ્પેસ પ્લેન દ્વારા "ધ્વનીપટલ" ચીરીને ચક્ર યિગરે અવાજની ઝડપ કરતાં વધારે ઝડપે પ્લેન ઉડાડી બતાવ્યું હતું. 1967માં એક્સ-15 સ્પેસ પ્લેને કલાકના 4520 માઈલની ઝડપ મેળવી હતી. આજની તારીખે એક્સ-15નો સ્પીડ રેકોર્ડ કાયમ છે. જે તૂટ્યો નથી.

વર્જિન ગેલેક્ટીકના "સ્પેસશિપ-2"ના પૂર્વજ ગણાય તેવા, સ્પેસશિપ-1 નામના પ્રયોગાત્મક પ્લેનની ડિઝાઇનનું કાર્ય 1996માં શરૂ થયું હતું. આ સમયે અન્સારી "એક્સ પ્રાઇઝની" જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ જે ખાનગી કંપની, બે અઠવાડિયાના સમયગાળામાં બે વાર સો કિલોમીટર ઊંચાઈએ અંતરિક્ષ મુસાફરી કરી બતાવે, તેને એક કરોડ ડોલરનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. 2004ના અંત ભાગમાં અન્સારી સેક્સ પ્રાઇઝ, બર્ટ રૂટાન દ્વારા જીતવામાં આવ્યું હતું. માટે રૂટાનની કંપની "સ્કેલ્ડ કોમ્પોઝિટ" કંપનીમાં રોકાણ કર્યું. ત્યારબાદ સ્પેસપ્લેનના કાર્યક્રમને વેગ મળ્યો હતો.

2004માં સ્પેસશિપ-1 અંતરિક્ષમાં જનાર પ્રથમ ખાનગી સ્પેસ પ્લેન સાબિત થયું હતું. ચાર મહિના કરતાં ઓછા સમયગાળામાં સ્પેસશિપ-1 સો કિલોમીટર કરતાં વધારે ઊંચાઈએ પહોંચીને એક્સ પ્રાઇઝ જીતી ગયું હતું.

મિશન "યુનિટી ટ્વેન્ટી-2"

2011માં નાસાના સ્પેસ શટલ પ્રોગ્રામ સમેટાઈ ગયા બાદ, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર અંતરિક્ષ યાત્રીઓને લઈ જાય તેવું એકમાત્ર રશિયન "સોયુઝ" અંતરીક્ષયાન બચ્યું હતું. જેના કારણે વૈજ્ઞાનિકો માનતા હતા કે સ્પેસ ટુરિઝમ નામના છોડનો મૂળિાયા ફૂટ્યા છે, પરંતુ સીનારીઓ બહુ જલદી બદલાયો. સ્પેસ એક્સ કંપનીના ફાલ્કન નાઈન અને ડ્રેગન રોકેટ ઉપરાંત તૈયાર થયેલ નવી ક્રુ કેપ્સુલ દ્વારા અંતરીક્ષયાત્રીઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી પહોંચવા લાગ્યા છે. હવે ખાનગી નાગરિક અંતરીક્ષયાનમાં પોતાની સીટ બુક કરવી શકે તેઓ ઘાટ ઘડાયો છે.

ન્યુ મેક્સિકોના રણ વિસ્તારમાં એક સફેદ અને ચાંદી રંગના સ્પેસ પ્લેન દ્વારા પૃથ્વીની ધાર ગણાતા વાતાવરણમાં 46 હજાર ફૂટની ઊંચાઈએ કેટલાક મુસાફરો પહોંચી ગયા. આ કોઈ સામાન્ય માનવી ન હતા. જેમાં સ્પેસ પ્લેનનું સંચાલન કરનાર બે પાયલોટ અને ચાર મુસાફરોનો સમાવેશ થતો હતો.

એક મુસાફર બિઝનેસમેન રિચાર્ડ બ્રાન્સન પોતે હતા. થોડી ક્ષણો માટે વજનવિહીન સ્થતીનો પણ અનુભવ કર્યો. જે સ્પેસ પ્લેનમાં તેઓએ સફર કરી તેનું નામ છે, "VVS યુનિટી". તેમનું યુનિટી યાન અંતરિક્ષ સીમારેખાને સ્પર્શ કરીને બેડમિન્ટનના શટલકોક માફક નીચે તરફ પડવા લાગ્યું હતું. થોડા સમય બાદ ન્યુ મેક્સિકોની લેન્ડિંગસ્ટ્રીપ ઉપર સલામત લેન્ડિંગ કર્યું હતું. સમગ્ર મિશનને "યુનિટી 20" નામ આપવામાં આવ્યું હતું. આ ઘટનામાં નવ દિવસ બાદ એમેઝોનના અબજોપતિ જેફ બેઝોસે "ન્યુ શેફર્ડ" રોકેટમાં સવાર થઈને અંતરિક્ષ મુસાફરી કરી હતી. પશ્ચિમના મીડિયાએ બંને કંપનીના વેનીટી પ્રોજેક્ટને લક્ઝરી લોકોની ગૌરવ યાત્રા ગણાવી હતી.

રિચાર્ડ બ્રાન્સન Vs જેફ બેઝોસ વચ્ચેની "સ્પેસ-રેસ"

વર્જિન ગેલેક્ટીક અને બ્લુ ઓરોજીન વચ્ચેની સ્પર્ધા, એ રિચાર્ડ બ્રાન્સન અને જેફ બેઝોસ વચ્ચેની "સ્પેસ-રેસ" તરીકે ઓળખાય છે. પરંતુ બંને કંપનીઓએ નવા પ્રકારના સંશોધન દ્વારા અંતરિક્ષ યાત્રા માટેના રોકેટ અને સ્પેસપ્લેન બનાવ્યા છે. તે ટેકનોલોજીની દ્વષ્ટિએ ઉત્કૃષ્ટ કાર્ય છે. બંને કંપની ત્રણથી પાંચ મિનિટની વજનવિહીન સ્થિતિનો અનુભવ કરાવવા, અંતરીક્ષ-સફર ખેડવા, સ્પેસ ટુરિઝમના બીજ વાવી રહી છે.

એકવાર સ્પેસ ટુરિઝમ લોકપ્રિય બનશે, ત્યારે ટિકિટના ભાવ નીચે આવશે તેવું લાગી રહ્યું છે. મહત્વનો સવાલ એ છેકે 'બંને કંપની અંતરિક્ષ યાત્રામાં કેટલી સલામતી પૂરી પાડી શકે છે?' આવનારા સમયમાં અમેરિકન ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન સલામતીના નવા ધારા-ધોરણ તૈયાર કરશે તેવું લાગી રહ્યું છે. એક વાત નિશ્ચિત છેકે આવનારા સમયમાં સ્પેસ ટુરિઝમની મઝા માણવા, સ્પેસ ટુરિઝમના હવાઈ કિલ્લા ઉપર, નવા શિખરો સર કરશે.

Post a Comment