how-to-best-plan-for-trip

પ્રવાસ માટે બેસ્ટ પ્લાનિંગ કેવી રીતે કરવું? આખું વર્ષ ભણીને કે જોબ કરીને એકવાર રિચાર્જ થવાની તક એટલે પ્રવાસ. આખું વર્ષ ઘરના સઘળા કામકાજ અને સામાજિક જવાબદારી નીભાવનારી નારી પણ પોતાને ક્યાંક ફરવા, આરામ કરવા અને રિલેક્સ થવા બહાર જાય છે. દરેક વ્યક્તિએ માઈન્ડ ફ્રેસ કરવા, પોતાનાં તન-મનને રીલેક્સ કરવા તથા મૂડમાં ચેંજ લાવવા માટે નાના મોટા પ્રવાસનું આયોજન કરવું જ જોઈએ. જો પ્રવાસનું સુદ્રઢ આયોજન કરીને પ્લાનિંગ કરાય તો પ્રવાસની અને કરેલા ખર્ચની મજા મની શકાય છે.

વેકેશનમાં કે ગમે ત્યારે પ્રવાસ અર્થાત્ સફરનું આયોજન કરો, ત્યારે સૌપ્રથમ તમારું બજેટ કેટલું છે એ નક્કી કરો. કેટલા અને કોણ કોણ પ્રવાસમાં જવાના છો? પ્રવાસ દરમિયાન કોઈ ખરીદી કરવાના છો? વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને પ્રવાસ કાર્યક્રમ બનાવો.

પ્રવાસ માટે બેસ્ટ પ્લાનિંગ કેવી રીતે કરવું?

બજેટ નક્કી કરો

આપના બજેટ અનુસાર પ્રવાસનો કાર્યક્રમ બનાવો. ઓછા બજેટમાં પણ નજીકનાં વધુમાં વધુ સ્થળોએ ફરી શકાય અને વધુ બજેટમાં દૂરના માત્ર બે-ત્રણ સ્થળોને સંપુર્ણ માણી શકાય છે.

સ્થળ પસંદગી

જે સ્થળે પ્રવાસ કરવા જવાનું વિચારો છો એ સ્થળની પસંદગી કરો. એ માટે સમગ્ર પરિવાર સાથે ચર્ચા કરો. એકના એક સ્થળે જવા કરતાં નવા, ન જોયેલા સ્થળે જાવ. સાથે આવતી તમામ વ્યક્તિને તેમની વયનુસાર રસ-રુચિ રહે તેવા સ્થળ પસંદ કરો.

સવલત તપાસો

આપ જે સ્થળો પસંદ કરો, ત્યાં તમારી જરૂરિયાતની ચીજવસ્તુઓ, ખાણી-પીણી, મનોરંજન મળશે કે કેમ ? એ જાણી તપાસી લો, નહીંતર સમય પૈસા વ્યર્થ જશે. ત્યાંના હવામાન વિશે પણ જાણી સમજી લો.

ટ્રાવેલ રુટ પસંદ કરો

તમારે જે તે સ્થળોએ સફર કરવાની છે, એનો રુટ તૈયાર કરો. એ રુટ એ રીતે તૈયાર કરો કે, રસ્તાનું કોઈ જોવાલાયક સ્થળ રહી ન જાય કે ફાલતુ સ્થળે સમય ન બગડે. વળી, એ સ્થળે શું શું જોવાલાયક છે ? કેટલો સમય જશે ? વગેરે બાબતો ધ્યાનમાં રાખીને તેમ જ ત્યાંથી આગળના સ્થળે કેટલા વાગે પહોંચાય અર્થાત્ દિવસે કે રાત્રે ? વગેરે નક્કી કરીને રુટ બનાવો.

ટ્રાવેલ વિકલ્પ

આપ ટ્રાવેલ શાના દ્વારા કરવા માંગો છો? બસ, ટ્રેન, લક્ઝરી, પ્લેન, ખાનગી બસ, પેકેજ, ટૂર, સ્વવાહનમાં એ નક્કી કરી લો. સાથે એ પણ તપાસી લો કે તમારે જે જે સ્થળોએ ફરવા જવાનું સે તે તે તમામ સ્થળોએ તમે નક્કી કરેલું સાધન જઈ શકશે ખરું ? એ અનુસાર વ્હિકલ નક્કી કરો. વ્હિકલ બદલવા પડે તેમ હોય, આગળની વ્યવસ્થા પણ જાણી લો.

એસ.ટી. અને રેલવે

જો તમે એસ. ટી. કે રેલવેમાં સફર કરવાના હો, તો આખા રૂટને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ ગોઠવજો. અગાઉથી રિઝર્વેશન કરવી લો. એક સ્થળેથી બીજાને ત્યાંથી ત્રીજા સ્થળે એમ અગાઉથી જે રિઝર્વેશન થઈ શકતું હોય તે અનુકૂળ જણાય તો કરવી લેવું સારું. ટાઈમટેબલ સાથે રાખો.

પ્રાઇવેટ વાહન-લક્ઝરી કોચ

જો તમે કોઈ ખાનગી વાહન દ્વારા અંગત રીતે જવાના હો તો જે તે વાહન, તેના લાઇસન્સ, ડ્રાઈવર લાઇસન્સ, એડ્રેસ ટ્રાવેલ કંપનીનું નામ, સરનામું, એડ્રેસ, ડોક્યુમેન્ટ્સ, જોઈ તપાસીને ખરાઈ કરી લો. કોઈના દ્વારા તેમની સેવા સુવિધાની બાતમી પણ મેળવી લો.

જો કોઈ લક્ઝરી કોચ, વોલ્વો કોચમાં જવા ઈચ્છતા હોય તો પણ તે વાહનની હાલત, લોકપ્રિયતા, સેવા સુવિધા, વગેરે અગાઉથી જાણી સમજી લો. જો પેકેજ ટુર હોય તો કંઈ કઈ સુવિધાઓ આપશે. કંઈ તમારે ભોગવવાની રહેશે વગેરે જની લો, પછી જ બુકિંગ કરાવો. વળી, તે બસમાં અન્ય પેસેન્જર કંઈ કેટેગરીના છે, એ જાણી લેશો તો વધુ સારું રહેશે.

અંગત વાહન કે લક્ઝરી કોચમાં જાવ, તેનો રુટ પ્લાન, ખાણી પીણી, રોકાણ, સિઈંગ, બસ અંદરની સુવિધા વગેરે અગાઉથી જ જાણી સમજી લો.

આવાસ નિવાસ

પેકેજ ટુરમાં આવાસ-નિવાસ કન્ફર્મ હોય છે પણ જો આપ અંગત વાહન, રેલવે કે બસ દ્વારા સફર કરવાના હોય, તો આપના રોકાણનાં સ્થળો એની આવાસ, નિવાસ, ખાણી, પીણીની સુવિધાઓ અંગે અગાઉથી માહિતી મેળવી લો. શક્ય હોય તો એ માટે અગાઉથી જ બુકિંગ કરવી લો.

મની મેનેજમેન્ટ

ટ્રાવેલ પ્લાનિંગ કરતી વખતે સંભવિત ખર્ચનો પ્લાન પણ કરો. એ મુજબ પૈસાની વ્યવસ્થા કરતી વખતે રોકડ, ટ્રાવેલર્સ ચેક, બેંક, કાર્ડ, ક્રેડિટ-ડેબિટ કાર્ડ વગેરેનો ઉપયોગ કરી શકો છો. સાથે લીધેલા પૈસા, એટીએમ કાર્ડ કે અન્ય કાર્ડ વગેરે બેગ, સૂટકેસ, ઠેલા, હેન્ડબેગ કે અન્ય સામાનમાં ન મૂકતા તમારી પોતાની પાસે ખિસ્સામાં રાખો. બે ચાર જેન્ટ્સ, લેડીઝ હોય તો દરેક થોડા થોડા રૂપિયા એકબીજાને સાચવવા આપી રાખો. હાથ ખર્ચ જેટલાં જ બહાર રાખો.

જરૂરી સામાન

જે ચીજવસ્તુઓ સમાન તરીકે લો એનું એક લીસ્ટ બનાવી રાખો. દરેક વસ્તુ ખાસ બેગમાં એટલે કે નાસ્તાની બેગમાં નાસ્તો, કપડાં, સ્ટેશનરી, પરચુરણ, કટલરી વગેરે અલગ અલગ બેગમાં રાખો, જેથી જરૂરિયાત વેળા ખૂબ જ આસાનીથી મળી શકે અને કપડાં વગેરે બગડે પણ નહિ.

આટલું સાથે લો

દરેક વ્યક્તિના રોજબરોજના જરૂરી વસ્તુઓ, જરૂરી ડોક્યુમેન્ટ્સ, નકશા, માહિતી બુક્સ, અન્ય જરૂરી વસ્તુઓ પણ સાથે લો.

આટલું સાથે ન લો

સોના, ચાંદી, હીરા, મોતીના ઘરેણાં, વધુ પડતાં નાણાં, બિનજરૂરી સામાન કે કિંમતી અને યાદગીરીની દુર્લભ ચીજવસ્તુઓ વગેરે.

સાવચેતીના ભાગરૂપે આટલું અવશ્ય કરો

  • સમાન પૂરેપૂરો પેક કરીને કેટલા દાગીના થાય છે તે ગણી રાખો અને એ મુજબ ચાલો.
  • સગા, સંબંધી, પાડોશીને તમે કયા કેટલા દિવસ માટે સફર પર જઈ રહ્યા છો તેની વિગતો આપી રાખો.
  • તમારા દરેક વ્યક્તિનો મોબાઇલ નંબરની સાથોસાથ તમે ફરવા જવાના છો એ સ્થળના કે હોટેલના નંબર હોય તો તે પણ જણાવતા રહો. જેથી કટોકટી વખતે તેઓ તેનો ઉપયોગ કરી શકે.
  • ઘર બંધ કરતા પૂર્વે ફ્રીઝ બંધ કરી દો, ગેસ સિલિન્ડરને છૂટું પડી દો, વિદ્યુત લાઈનની મેઈન સ્વીચ બંધ કરી દો.
  • ઘરની અંદરની તમામ રૂમને પણ બંધ કરી દો. વેન્ટીલેશન જાળી વગેરે ખાસ બંધ કરી દો.
  • ન્યુઝ પેપર સ્પલાયરને અમુક દિવસ સુધી પેપર તેની પાસે જમા રાખવા કહી દો. ડાયરીમાં હિસાબ લખતા રહો, ડિપોઝિટની લેવડ દેવડ અંગે ખાસ ઉલ્લેખ કરો.

આમ, યોગ્ય અને આયોજનપૂર્વક પ્લાનિંગ કરીને સફર પર જશો તો નિશ્ચિતપણે પ્રવાસને જાણી, માણીને મન મૂકીને એન્જોય કરી શકશો. વિશ યુ હેપી જર્ની...

Post a Comment